અમે જો ન હોય તો…

ગીત : અમે જો ન હોય તો….
લેખક : ફાલ્ગુન કુમાર ‘તથાગત’

અમે જો ન હોય તો કોને ફરક પડે છે….(૨)
અમારા હાજરી કાળે કોને અસર પડે છે.
અમે જો ન હોય…..
રસ નિચોવ્યા પછી ફૂલોની શી જરૂર છે….(૨)
કેરીને ગોર્યા પછી ગોટલાની શી જરૂર છે.
અમે જો ન હોય……
દૂધને દોહયા પછી ગાયોની શી જરૂર છે…..(૨)
કઢી વધાર્યા પછી લીમડાની શી જરૂર છે.
અમે જો ન હોય……
મેઘો પડ્યા પછી પાણીની શી જરૂર છે…..(૨)
તાપણે તપ્યા પછી સૂરજની શી જરૂર છે.
અમે જો ન હોય…..
પાકને લણયા પછી ખેતરની શી જરૂર છે…..(૨)
માલને વેચ્યા પછી ગ્રાહકની શી જરૂર છે.
અમે જો ન હોય…..
રાતને માણ્યા પછી દિવસની શી જરૂર છે…..(૨)
તેલને કાઢયા પછી બીજોની શી જરૂર છે.
અમે જો ન હોય…..
ફળને મેળવ્યા પછી કરમોની શી જરૂર છે…..(૨)
સ્વાર્થને સિધ્યા પછી માણસની શી જરૂર છે.
અમે જો ન હોય…..
મોટા બન્યા પછી પાલકની શી જરૂર છે….(૨)
ભેળા થયા પછી વિરહની શી જરૂર છે.
અમે જો ન હોય તો કોને ફરક પડે છે….(૨)
અમારા હાજરી કાળે કોને અસર પડે છે.
કોને અસર પડે છે….કોને ફરક પડે છે…..

© All rights are reserved to Falgun Purani.

Click here…..

Visit my Blog on Blogspot.

Like, Share, Comment and Follow my Blog.

બાળગીત : પતંગ મારી…

બાળગીત: પતંગ મારી…..
પતંગ મારી ફરરર…ઉડતી જાય……(૦૨)
પતંગ મારી ગગને ચુંબતી જાય…….(૦૨)
પતંગ મારી……….
પતંગમાં ચાંદલા ને તારલા જડાવું….(૦૨)
પતંગ મારી ટમટમ…ટમટમ…થાય……(૦૨)
પતંગ મારી……….
પતંગમાં આભલા ને ટીલડા જડાવું……(૦૨)
પતંગ મારી ઝગમગ….ઝગમગ….થાય…..(૦૨)
પતંગ મારી……..
પતંગમાં અવનવા રંગો ભરાવું……..(૦૨)
પતંગ મારી ગોળગોળ….ગોળગોળ….ઘૂમે…..(૦૨)
પતંગ મારી………
પતંગમાં અવનવા ફૂમતા જડાવું…….(૦૨)
પતંગ મારી સરરર…સરરર….બોલે….(૦૨)
પતંગ મારી…….
પતંગમાં અવનવી છબીઓ લગાડું……..(૦૨)
પતંગ મારી બાળ જોઈ હરખાય……(૦૨)
પતંગ મારી………

લેખક : ફાલ્ગુન કુમાર ‘તથાગત’

© All rights are reserved to Falgun Purani.

આ બાળગીતને મારી યુ ટ્યુબ ચેનલ પર સાંભળો. મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો.

https://youtu.be/KQzvIPfmFoo

તમને જોયાને એ ગઝલ યાદ આવી ગઈ.

લેખક : ફાલ્ગુન કુમાર ‘તથાગત’
જોડણી : સાર્થ જોડણી કોષ

તમને જોયાને એ ગઝલ યાદ આવી ગઈ…..(૨)
મારી આંખોમાં આંસુનો વરસાદ લાવી ગઈ…..(૨)
તમને જોયાને….(૨)
પૂર વર્ષા કેરું તમારું આગમન થયું……(૨)
એ વર્ષામાં તમારી ઘણી પ્યાસ આવી ગઈ…..(૨)
તમને જોયાને…..(૨)
નીલ પુષ્પો કેરું તમારું આગમન થયું……(૨)
એ પુષ્પોમાં તમારી ઘણી છબી આવી ગઈ.
તમને જોયાને…..(૨)
શીત વાયરા કેરું તમારું આગમન થયું……(૨)
એ વાયરમાં તમારી ઘણી પ્રિત આવી ગઈ……(૨)
તમને જોયાને……(૨)
મોર ટહુકા કેરું તમારું આગમન થયું…..(૨)
એ ટહુકામાં તમારી ઘણી વાત આવી ગઈ…..(૨)
તમને જોયાને…..(૨)
ગાતા ઝરણાં કેરું તમારું આગમન થયું…..(૨)
એ ઝરણામાં તમારી ઘણી સ્મિત આવી ગઈ…..(૨)
તમને જોયાને……(૨)
શુક્લ ચંદ્ર કેરું તમારું આગમન થયું…..(૨)
એ ચંદ્રમાં તમારી ઘણી કળા આવી ગઈ…..(૨)
તમને જોયાને એ ગઝલ યાદ આવી ગઈ…..(૨)
મારી આંખોમાં આંસુનો વરસાદ લાવી ગઈ…..(૨)
તમને જોયાને….
ગઝલ યાદ આવી ગઈ….(૩)

© All rights are reserved to Falgun Purani.

Click here to watch my Kids Songs

Please Like Share and Subscribe my You Tube Channel.

ગુજરાતી ગઝલ – હૃદયના દર્દનો…..


લેખક : ફાલ્ગુન કુમાર ‘તથાગત’
જોડણી : સાર્થ જોડણી કોષ

હૃદયના દર્દનો એ આખરી અંજામ આવશે…..(૨)
તમારા નામથી કોઈ ન કોઈ પેગામ આવશે.
હૃદયના દર્દનો……
વસંતે એ મહેકતા ફૂલોનો વરસાદ આવશે…..(૨)
તમારા નામથી કોઈ ભ્રમરનો સાદ આવશે.
હૃદયના દર્દનો…..
અષાઢે એ ગરજતા વાદળોનો નાદ આવશે….(૨)
તમારા નામથી કોઈ મયૂરનો સાદ આવશે.
હૃદયના દર્દનો…..
ઉનાળે એ રસીલા આમ્રફળનો સ્વાદ આવશે….(૨)
તમારા નામથી કોઈ કોકિલનો સાદ આવશે.
હૃદયના દર્દનો…..
મેહુલે એ તરસતી વસુંધરાનો માદ આવશે….(૨)
તમારા નામથી કોઈ મેંડકનો સાદ આવશે.
હૃદયના દર્દનો….
શરદે એ શીતળતા વાયરાનો ભાસ આવશે…..(૨)
તમારા નામથી કોઈ મિલનની આશ આવશે. હૃદયના દર્દનો એ આખરી અંજામ આવશે…..(૨) તમારા નામથી કોઈ ન કોઈ પેગામ આવશે.
હૃદયના દર્દનો એ આખરી અંજામ આવશે….અંજામ આવશે….અંજામ આવશે….

© All rights are reserved to Falgun Purani.

મારા બ્લોગ પર મને ફોલો કરવા માટે અહીં ક્લિક કરો.

બાળપણ છીનવાઈ ગયું

✍️ ફાલ્ગુન કુમાર ‘તથાગત’

કોરોનાકાળમાં એક બાળકની વેદના….
છીનવાઈ ગયું….
છીનવાઈ ગયું, છીનવાઈ ગયુ,
મારુ મોજીલું બાળપણ છીનવાઈ ગયું. રમતા હતા અમે મોટા મેદાનમાં…(૨)
આજે ઘરમાં એકલા પુરાઈ ગયા.
હે….છીનવાઈ ગયું…..
ફરતા હતા અમે ગામ ને સીમાડે….(૨)
આજે શેરીમાં એકલા ભરાઈ ગયા.
હે….છીનવાઈ ગયું…..
ખાતા હતા અમે ચોકલેટ ને કેન્ડી…….(૨)
આજે દાળ ભાત ખાઈને ધરાઈ ગયા.
હે….છીનવાઈ ગયું…..
ભમતા હતાં અમે ખેતરોની પાળે…..(૨)
આજે ટી.વી ને ફોનમાં ખોવાઈ ગયા.
હે…..છીનવાઈ ગયું…..
નાહતા હતાં અમે નદી નાળામાં….(૨)
આજે ઘરમાં પરસેવે નવાઈ ગયા.
હે…..છીનવાઈ ગયું……
ભણતા હતા અમે શાળા વર્ગખંડમાં….(૨)
આજે મોબાઈલ કલાસમાં અટવાઇ ગયા.
હે…..છીનવાઈ ગયું…..
ટહેલતા હતાં અમે બાગ બગીચે….(૨)
આજે ઘરના વાડામાં બંધાઈ ગયા.
હે…..છીનવાઈ ગયું…..
ઝૂલતા હતાં અમે પાદરના વડલે…..(૨)
આજે ઘરના હિંચકે હિંચાઈ ગયા…..(૨)
હે……છીનવાઈ ગયું…..
રખડતા હતાં અમે ગામની ગલીઓમાં….(૨)
આજે પોલીસના મારથી ડરાઈ ગયા.
હે…..છીનવાઈ ગયું…..

© All rights are reserved to Falgun Purani.

આવા સરસ મજાના બાળગીતો સાંભળવા માટે મારી ચેનલ ‘બાલ વિશ્વ’ ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.

બાળગીત : મારું ગામડું

મારું ગામડું
મને મારું ગામડું બહુ ગમે છે.
બહુ ગમે છે મને બહુ ગમે છે.
હે…મને મારું….
ગામના પાદરે, મંદિરોનો ઘંટનાદ.
બહુ ગમે છે મને બહુ ગમે છે.
હે…મને મારું….
ગામના પાદરે, લીલાંછમ વૃક્ષો.
બહુ ગમે છે મને બહુ ગમે છે.
હે…મને મારું….
ગામના પાદરે, ગાયો-ભેંસોના ધણ.
બહુ ગમે છે મને બહુ ગમે છે.
હે…મને મારું….
ગામના પાદરે, છલોછલ તળાવ.
બહુ ગમે છે મને બહુ ગમે છે.
હે…મને મારું….
ગામના પાદરે, બાળકોનો મેળો.
બહુ ગમે છે મને બહુ ગમે છે.
હે…મને મારું….
ગામના પાદરે, વડની વડવાઈઓ.
બહુ ગમે છે મને બહુ ગમે છે.
હે…મને મારું….

ફાલ્ગુન કુમાર ‘તથાગત’

© All rights are reserved to Falgun Purani.

આ બાળગીતને યુ ટયુબ પર જોવા અને સાંભળવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

https://youtu.be/vbUR35OelIQ

શાળા બાળગીત: શાળા છૂટતી વેળાએ….

ફાલ્ગુન કુમાર ‘તથાગત’

શાળા બાળગીત: ભણતરનો ભાર

મિત્ર, તારો સાથ મળી જાય છે,
ઘરે જવાની તાલાવેલી થાય છે.
શાળા……….
ભણતરનાં ભારથી મુક્ત થઇ જવાય છે,
સર-મેડમનાં મારથી દુર થઇ જવાય છે.
શાળા……….
લાગતુ હતુ ભણતર અઘરું-અઘરું,
રમત-રમતમાં થઇ જાય છે સહેલું.
શાળા……….
શાળામાં રમતા હતા અવનવી રમતો,
શેરીની ગલીઓમાં રમવાનું મન થાય છે.
શાળા……….
ગણિતનાં દાખલા અને વિજ્ઞાનનાં પ્રયોગો,
ઈતિહાસની સાલોમાં ખોવાય જાય છે.
શાળા……….
બાળપણને પીંખતો ચાર દીવાલનો વર્ગ,
ચાર ઓરડાની શાળામાં ફેરવાય જાય છે.
શાળા……….
લખતા-લખતા દુખે છે હાથ પણ,
ગૃહકાર્યનાં ભારથી દુર થઇ જવાય છે.
શાળા……….
વાંચતા-વાંચતા દુખે છે આંખો પણ,
સ્વ-અધ્યનની ચિંતાથી મુક્ત થઇ જવાય છે.
શાળા……….
જેલ જેવી ભાળતી અધ્યનની શાળા,
બાળકોનાં શોરમાં અદ્રશ્ય થઇ જાય છે.
શાળા……….
‘A’ for Apple અને ‘ક’ કમળનો ‘ક’,
‘ABCD’ ને ‘કક્કો’ સ્કુલબેગમાં સમાય જાય છે.
શાળા……….

© All rights are reserved to Falgun Purani.

આ બાળગીત ને મારા બ્લોગ પર વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

http://puranifalgun.blogspot.com/2020/06/blog-post_14.html

બાળગીત: મને સાયકલ ચલાવતા આવડી ગઈ

મને સાયકલ ચલાવતા આવડી ગઈ
મને સાયકલ ચલાવતા આવડી ગઈ…….(૨)
સાયકલ પર બેસાડીશ મારા દાદાને,
સાયકલ પર બેસીને બગીચે જઈશું.
મને સાઇકલ……
સાયકલ પર બેસાડીશ મારા દાદીને,
સાયકલ પર બેસીને મંદિરે જઈશું.
મને સાયકલ……
સાયકલ પર બેસાડીશ મારા પપ્પાને,
સાયકલ પર બેસીને ઓફીસ જઈશું.
મને સાયકલ……
સાયકલ પર બેસાડીશ મારા મમ્મીને,
સાયકલ પર બેસીને માર્કેટ જઈશું.
મને સાયકલ…..
સાયકલ પર બેસાડીશ મારા ભઈલાને,
સાયકલ પર બેસીને ખેતરે જઈશું.
મને સાયકલ…..
સાયકલ પર બેસાડીશ મારી બહેનાને,
સાયકલ પર બેસીને શાળાએ જઈશું.
મને સાયકલ…..

લેખક : ફાલ્ગુન કુમાર ‘તથાગત’

© All rights are reserved to Falgun Purani.

આ બાળગીત ને યુ ટ્યુબ પર સાંભળવા અને જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.